ઇટાલિયન સમુદાયને પોપે જણાવ્યું કે “દારૂ અમુક જ વર્ગ માટે નથી પણ સર્વ લોકોને માટે છે” આવા સમાચારે વિશ્વના સમાચાર પત્રોમાં હંગામો મચાવી દીધો છે. પશ્ચિમમાં ભલે દારૂ પીવાની છૂટ હોય પરંતુ ત્યાંના લોકો એ પણ જાણે છે કે વધુ પડતો દારૂ શરીર અને મગજ માટે ઝેરનો કટોરો છે. આપણે ભારતમાં લોકો જેમ બે ટાઈમ ચા પીએ છે એ રીતે પશ્ચિમના લોકો દારૂ પીવે છે તેની મર્યાદા પણ સાચવે છે.
ભારતમાં સામાન્ય લોકો માં આ ગલગલીયા કરાવતા સમાચાર બની ગયા છે. ઘણીવાર આવાં સમાચાર થી એવી અફવા ફેલાય એનો ભય પણ જણાય છે કે ‘દારૂ ભારતના ચર્ચોમાં પીવાય છે?’ ના.
ચર્ચ માં એક વિધી કરવામાં આવે છે તેને એક સમયના ઈસુનાં શિષ્યો સાથે ના પ્રેમભોજન ની યાદ સાથે સરખાવવામાં આવે છે. આપણા ગુજરાતમાં દારૂબંધી છે પણ તેની આસપાસના બધા રાજ્યોમાં દારૂ મુક્તિ હોવાથી ગુજરાતની બોર્ડર પર દારૂના વિષયને લઈને કંઈક સમાચાર બનતા રહે છે, પણ ભારતમાં દેશી કે અંગ્રેજી દારૂ પીનારો વર્ગ ખાસો મોટો હોવાનું લાગે છે.
એક મોટા સમાચાર પત્રમાં છાપ્યું કે “દારૂ ઈશ્વરની ભેટ છે અને આનંદ મેળવવાનું સાચું ઝરણું છે” વેટિકન માં ભરાયેલી એક ખાનગી મિટિંગમાં તેમણે વિવાદીત નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા હતા. આગળ પણ થોડાક વર્ષો પહેલા આ પ્રકારની ગમ્મત કરતા નિવેદનો તેમણે આપ્યા હતા. એમણે ઉમેર્યું કે “દારૂ, જમીન, ખેતીવાડીનું જ્ઞાન અને કામકાજ કરવાના ક્ષેત્રે ઉત્સાહી વહીવટ” આ બાબતો ઈશ્વરીય ભેટ છે. સર્જક દેવે આપણને પૂરી સમજણ આપી છે કે આપણી સંવેદનશીલતા તથા પ્રમાણિકતા ના જીવન દ્વારા આપણે તેને આનંદનો ઝરણું બનાવી શકીએ છીએ.
આ સાથે એમણે એ પણ જણાવ્યું કે કુટેવ ન પડી જાય તેવી વાત કરીને વેરોના શહેરના બીશપે આ ‘બિઝનેસ ફેર’ની અંદર ની આ વાત કરી હતી. વાઇન -દારૂ ના ઘણા બધા પ્રકારો હોય છે એમ કહેવાય છે કે એ સર્વમાં શ્રેષ્ઠ ‘રેડ વાઇન’ કહેવાય છે. જે પશ્ચિમના દેશોમાં ખૂબ ઊંચી કિંમતે મળે છે. આ સમયે કેટલાક સમાચારોમાં ઈસુ ખ્રિસ્તના સમયના શિષ્ય સાથેના પ્રેમ ભોજનને યાદ કરવામાં આવ્યું પણ આ ઘટનાએ જાતજાતના સવાલો ઇન્ટરનેટ સોશ્યલ મીડિયામાં ફરી રહ્યા છે જે એક ગમ્મતનો વિષય બની ગયો છે.