અમદાવાદના નિકોલ ખાતે રાજપીપળાથી એક જાન આવી હતી તેમાં ડિનર લીધા પછી ૪૫ જેટલા જાનૈયાઓ તથા અન્ય લોકોને ઝાડા ઉલ્ટી થયાના સમાચાર છે. તે લોકોને તાબડતોડ મણિનગર ની એલજી હોસ્પિટલ તથા નડિયાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં વર કન્યા પણ સામેલ છે.
રાજપીપળા થી આવેલ નિકોલ ખાતે લગ્નના સાંજના જમણ જમ્યા પછી આ ઘટના બની હતી. એક લક્ઝરી તથા ચારેક ફોરવીલ વાહનોમાં રાજપીપળા પાછા વળતા લોકોને પેટનો દુખાવો, ઝાડા તથા ઉલટી થવા લાગ્યા હતા. તેથી વારાફરતી કેટલાકને રસ્તામાં નડિયાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તથા કેટલાક લોકોને મણીનગરની સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા છે.
આ લગ્નના ડિનરમાં લોકોએ સૂપ, સલાડ, ગાજરનો હલવો, દાલ ફ્રાય, જીરા રાઈસ, રોટી, પનીર અને બીજા શાકની રસોઈ આરોગી હતી સાથે વેલકમ ડ્રીંકમાં પાઈનેપલ મિલ્ક શેક તથા સૂપ સામેલ હતા. જે લેવાથી આ ખોરાક અપાચ્ય થતા જમ્યા પછી લોકોને તકલીફ શરૂ થઈ ગઈ હતી સોશિયલ મીડિયા દ્વારા વાયરલ થયેલા આ સમાચારમાં દાખલ થયેલા દર્દીઓની હાલત સ્ટેબલ છે.