વડાપ્રધાનના હસ્તક્ષેપથી નેવીના જવાનોને કતારથી પાછા લવાયા

કતારમાં મૃત્યુદંડ ની સજા થી મુક્ત થઈ ભારતીય નેવી ના ૮ જવાનો દેશમાં પરત થયા. વડાપ્રધાન મોદીના હસ્તક્ષેપ બાદ તેઓને કતાર સરકાર દ્વારા છોડી મૂકવામાં આવ્યા. આ ૮ જવાનો ને કતાર સરકાર દ્વારા મૃત્યુદંડની સજા ફરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર વિશ્વમાં આ બાબતની ચર્ચા ચાલી રહી હતી.

ભારત સરકાર પણ તેમને છોડાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહી હતી. પરંતુ કોઈ નક્કર પરિણામ મળી રહ્યું ન હતું. આખરે વડાપ્રધાનના હસ્તક્ષેપ બાદ આ કાર્યમાં સફળતા મળી અને ૮ જવાનો ને ભારત દેશમાં પરત લાવવામાં આવ્યા.

Source : ANI