ગુજરાતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ રાજ્યસભામાં સ્થાન મેળવ્યું

સુરતના હીરા ઉદ્યોગના જાણીતા ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયાને ઉપલા ગૃહ રાજ્ય સભામાં મોકલવા ભારતીય જનતા પાર્ટીએ પસંદ કર્યા છે. સામાન્ય જીવનમાં સંઘર્ષ કરી આગળ આવેલા ગોવિંદભાઈ તેમનાં પ્રેરણાદાયક કામ માટે માર્ગદર્શક છે. તેમણે અયોધ્યા મંદિર માટે રૂપિયા 11 કરોડ ફાળો આપ્યો છે. તેમની પેઢી રામકૃષ્ણ એક્સપોર્ટ કંપનીમાં 6,000 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે 2021-22 માં કંપનીનું ટર્નઓવર 16000 કરોડ હતું.

અનેક સામાજિક સંસ્થાઓના તેઓ માર્ગદર્શક અને મદદરૂપ છે. એમણે રાજકારણમાં જવા કદી વિચાર્યું ન હતું તેઓ ફક્ત છ ધોરણ સુધી ભણેલા હોવાથી સખત મહેનતુ સ્વભાવને કારણે સંઘર્ષ કરીને આગળ આવેલા છે. ઉમદા વ્યક્તિત્વ ધરાવતા ગોવિંદભાઈ અસંખ્ય યુવાનોના પ્રેરણા રૂપ છે અને ઘણા કર્મચારીઓ માટે આધાર રૂપ છે. આવા મહાનુભાવોની દેશને જરૂર છે. “સામાજિક પથ ન્યૂઝ ચેનલ” આપ સાહેબને શુભેચ્છા પાઠવે છે અને ગૌરવની લાગણી અનુભવે છે.