દુબઈ ખાતે “વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ”

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેલિગેટસ સમક્ષ કરાયેલી રજૂઆતમાં ‘સર્વ માનવનું કલ્યાણ’ વૈશ્વિકસૂત્રને આધારિત હતી. તેમણે કહ્યું, વિશ્વના સર્વ દેશોને સર્વ સમાવેશી અને ભ્રષ્ટાચાર મુક્ત સરકારો ની વધુ જરૂર છે. અમે ભારતમાં ‘મિનિમમ ગવર્મેન્ટ – મેક્સિમમ ગવર્નન્સ’ પધ્ધતિથી કરતા કામ કરતા આવ્યા છીએ. એના પરિવર્તનકારી પરિણામો અમને મળ્યા છે. તેનાથી અમારી સરકારમાં લોકોનો વિશ્વાસ વધતો રહ્યો છે.

ભારતમાં ધરમૂળથી ક્રાંતિકારી પરિવર્તન થઈ રહ્યું છે તેની અસરો ની ચર્ચા વિશ્વમાં થઈ રહી છે, ત્યારે આ સમિટમાં ઉર્જા, ઇન્વેસ્ટમેન્ટ જેવાં મુખ્ય મુદ્દાઓ પર વધુ ભાર મૂકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ભારત – યુએઈ વચ્ચે 85 અબજ ડોલરનો વેપાર થઈ રહ્યો છે, ત્યારે વૈશ્વિક સ્તરે ‘ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ પર તથા આખી સમિટમાં ડિજિટલ ઇનોવેશન્સ, આર્કાઇવ્ઝ મેનેજમેન્ટ વગેરે મુદ્દાઓ પર એમઓયુ થયા. તેવું આપણા વિદેશ સચિવ શ્રી વિનય ક્વાત્રા એ જણાવ્યું છે.