વિકાસની દોડમાં પ્રકૃતિનું નિકંદન

દેશ વિકાસની હરણફાળ પ્રગતિ કરી રહ્યો છે, રોજ નવી નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યો છે ત્યારે અનેક પ્રકારના નવનિર્માણ થઈ રહ્યા છે. જેમ કે મેટ્રો, બુલેટ ટ્રેન, નવા બસ અડ્ડા, હવાઈ અડ્ડા, નવા ટ્રેન સ્ટેશનો, ભવ્ય સરકારી તથા બિન સરકારી ઈમારતો બાંધવાની હોડ લાગી છે.

આ પ્રકારના વિકાસમાં દેશની પ્રગતિ તો થઈ રહી છે પરંતુ બીજી બાજુ પર્યાવરણને ભરપાઈ ન કરી શકાય તેવું નુકશાન પણ થઈ રહ્યું છે. આપણે વારંવાર ઘણી જગ્યાએ સંભાળ્યું જ હશે કે રોડ રસ્તા પહોળા કરવા હજારો વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું.

આજે તેવોજ એક બનાવ ખોખરા વિસ્તારમાં આવેલ એપરલ પાર્ક જીઆઈડીસી ખાતે બન્યો છે. જીઆઈડીસી ની જમીન પર નવનિર્માણ થઈ રહ્યું છે ત્યારે ત્યાં કેટલાક વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે. આ વૃક્ષો પર ઘણા મોટા પ્રમાણમાં સમડીઓ વસવાટ કરતી હતી જેમનું ઘર આ વિકાસયાત્રા માટે જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું છે.

આ રીતે અનેક વૃક્ષો અને પ્રકૃતિએ આપેલ અનેક ભેટને આપણે એવું નુકશાન પહોંચાડી રહ્યા છે કે જે ક્યારેય ભરપાઈ થઈ શકશે નહિ.