અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સદંતર વધી રહ્યો છે. રોડની આસપાસ વધતા દબાણો, આડેધડ થતાં પાર્કિંગ તથા લોકોમાં ટ્રાફિક નિયમોની સજાગતાનો અભાવ હોવાથી વાહન ચાલકો ત્રસ્ત થઈ જાય છે. જેમાં મોટાભાગે રિક્ષા ચાલકો દ્વારા નિયમો નું ઉલ્લંઘન થતું હોય છે તથા ગમે તે જગ્યાએ રિક્ષાઓ દ્વારા દબાણ થતું હોય છે તે ઉપરાંત ઊંચા અવાજે સ્પીકર વગાડવા તથા ક્ષમતા કરતાં વધારે સવારી ભરી, ભયજનક રીતે ડ્રાઈવિંગ કરતા જોવા મળે છે જેની હાલાકીનો ભોગ અન્ય વાહન ચાલકોને બનવું પડે છે.
અમદાવાદ પોલીસની એક ડ્રાઈવમાં અમદાવાદ શહેર પૂર્વ વિસ્તારમાં મોડીફાઇડ કરેલ રીક્ષા તથા ખામીયુક્ત નંબર પ્લેટ સાથે રીક્ષા ચલાવતા ચાલકો તેમજ સ્ટન્ટ કરતા રીક્ષા ચાલકો તથા વગર લાયસન્સ અને ભયજનક રીતે ડ્રાઇવીંગ કરતા રીક્ષા ચાલકો વિરુધ્ધ કાયદેસરની સરાહનીય કાર્યવાહી કરવામાં આવી.