આપણે AI ના સારા અને ખરાબ બંને પાસા વિશે વિચાર કરીશું. AI નો ઉપયોગ કરવાના જોખમો વિશે તમે શું વિચારો છો? તમામ પ્રકારના વ્યવસાયોને AIનો ઉપયોગ કરવાથી ઘણો ફાયદો થયો છે અને વિશ્વભરના યૂઝર્સ તેમના રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરે છે.
આ લેખમાં, અમે રોજિંદા જીવનમાં અને વ્યવસાય બંનેમાં AI અપનાવવાના મુખ્ય ફાયદા અને ખામીઓ વિશે ચર્ચા કરીશું. AI તમારા જીવનમાં કેવી રીતે મદદ કરી શકે છે તેનો ખ્યાલ આપવા માટે અમે AI માટેના કેટલાક ઉપયોગ વિશે પણ વાત કરીશું.
AI Artificial intelligence શું છે?
AI એ કમ્પ્યુટર વિજ્ઞાનનો એક પ્રોગ્રામ છે જે કમ્પ્યુટર પ્રોગ્રામ અને એપ્લિકેશન બનાવવા માટે ઉપયોગ થાય છે અને તે માનવ વિચારની નકલ કરી શકે છે. કેટલાક AI તેમના ભૂતકાળમાંથી શીખી શકે છે અને તેના જટિલ ડેટા દ્વારા માનવ ઉપયોગ વગર વ્યવસ્થિત રીતે રજૂઆત કરી શકે છે.
જેમ જેમ AI તાજેતરના વર્ષોમાં તેજી પામ્યું છે, તેમ તેમ તે વ્યવસાય અને રોજિંદા જીવન બંનેમાં સામાન્ય બની ગયું છે. લોકો તેમના જીવનને સરળ બનાવવા માટે દરરોજ AI નો ઉપયોગ કરે છે. કંપનીઓ તેમની ઉત્પાદન પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા માટે AI નો ઉપયોગ કરે છે.
કોઈપણ તકનીકી વિકાસમાં હંમેશા ફાયદા અને ગેરફાયદા હોય છે.
AI ના ફાયદા:
૧) નહિવત માનવીય ભૂલો અને જોખમ : દરેક કામ જે માનવ કરે છે તેમાં અમુક ભૂલો થતી હોય છે. અને એક ધારું પરિણામ નથી મળી શકતું તથા અમુક કાર્યોમાં જોખમો પણ રહેલા છે જે AI દ્વારા ભૂલ અને જોખમ વિના એક ધારું અને વ્યવસ્થિત રીતે કરી શકાય છે.
૨) થાક્યા વિના કાર્ય : માનવ ૧૦-૧૨ કલાક કામ કરી શકે છે પરંતુ AI ૨૪ કલાક થાક્યા વિના કાર્ય કરી શકે છે.
૩) નિષ્પક્ષ નિર્ણય ક્ષમતા : માનવ સહમત અસહમત હોય છે અને તેમના નિર્ણયોમાં પક્ષપાત જોવા મળે છે. બધા મનુષ્યોમાં પક્ષપાત હોય છે. બીજી તરફ, જો AI અલ્ગોરિધમને પક્ષપાત વિનાના ડેટાસેટ્સનો ઉપયોગ કરીને તાલીમ આપવામાં આવી હોય અને પ્રોગ્રામિંગ પક્ષપાત વિના કરવામાં આવ્યું હોય, તો પ્રોગ્રામ પક્ષપાતના પ્રભાવ વિના નિર્ણયો લેવામાં સક્ષમ હશે. તે નોકરીની અરજીઓ પસંદ કરવા, લોન મંજૂર કરવા અથવા ક્રેડિટ એપ્લિકેશન્સ જેવી બાબતોમાં વધુ ઇક્વિટી પ્રદાન કરવામાં મદદ કરી શકે છે.
૪) સમય અને ખર્ચમાં ઘટાડો : એક માનવ જેટલું કામ ૮ કલાકમાં કરી શકે છે તેના કરતાં AI ૨ માનવ જેટલું કામ ૮ કલાકમાં ઓછા ખર્ચમાં બહુ જ સરસ અને વ્યવસ્થિત રીતે કરી શકે છે.
૫) ડેટા મેળવવો અને સમજવો : અમુક જટિલ ડેટા મેળવવા તથા તેને સમજવા માટે માનવને ઘણો સમય લાગે છે ત્યારે AI ઘણી સહેલાઈથી અતિ જટિલ ડેટા ને પણ મેળવી અને સમજી શકે છે. તે પણ માનવ કરતાં ઓછા સમયમાં.
હવે આપ વિચારતા હશો કે આટલા બધા ફાયદા છે તો AI ખતરા સમાન કેમ બની શકે? તો AI ના ફાયદા છે તો બીજી તરફ તેના ગેરફાયદા પણ છે. આવો જાણીએ.
AI ના ગેરફાયદા:
૧) ખર્ચાણ અમલીકરણ : AI સાથે શું કામ લેવું છે તેનું પ્રોગ્રામિંગ કરાવવું અને AI માં બદલાવ કરવામાં ખુબજ ખર્ચ થાય છે જે લાખોમાં હોય છે. તેથી AI જોડે જે કાર્ય કરાવવું છે તેનું સચોટ અમલીકરણ કરાવવા માટે ખુબજ ખર્ચ ભોગવવો પડે છે.
૨) લાગણી અને સર્જનાત્મકતાનો અભાવ : AI કોઈ પણ નિર્ણય લેવામાં લાગણી અનુભવી નથી શકતું. માનવ કોઈ નિર્ણય લેતા પહેલાં સામે પક્ષના વ્યક્તિની લાગણીને માન આપે છે જ્યારે AI કોઈ પણ પ્રકારની લાગણી અનુભવી શકતું નથી. તથા AI પોતાની રીતે કોઈ સર્જન કરી શકતું નથી તેને જેટલું કહેવામાં આવે તેટલું સચોટ રીતે અમલ કરે છે.
૩) ડિગ્રેડેશન : AI ને ડેટા સાઇન્ટીસ્ટ દ્વારા તૈયાર કરી કાર્યરત કરવામાં આવે ત્યાં સુધી ઘણો સમય લાગે છે અને તે દરમિયાન દુનિયા માં ઘણાં નવા ફેરફારો થયા હોય છે જેનાથી AI વંચિત રહી જાય છે જેથી તેનો ડેટા જૂનો થતો જણાય છે, જે વ્યવસાયની પ્રગતિમાં અવરોધ પેદા કરે છે.
૪) અનુભવથી સુધારો : AI ને જેટલું કહેવામાં આવે તેટલું જ એ કરે છે. તેમાં અમુક ભૂલો અને ખોટા અનુભવો પણ થઈ શકે છે. જેમાંથી માનવ શીખીને કાર્યમાં સુધારો કરી શકે છે પરંતુ AI અનુભવમાંથી સુધારો કરી શકતું નથી જેથી ફરીથી તે જ અનુભવ AI સાથે થઈ શકે છે
૫) નૈતિક સમસ્યાઓ : AI નો ઉપયોગ નૈતિકતાના ધોરણે થવો જોઈએ પરંતુ અમુક તત્વો દ્વારા AI ને અનૈતિક રીતે ઉપયોગમાં લેવાય છે. કોઈપણ માનવની નકલ કરી તેની છબી ખરાબ કરી શકે છે. તથા કોઈપણ માનવની અંગત માહિતી મેળવી તેને નુકશાન પહોંચાડી શકે છે. જ્યારે અમુક AI પ્રોગ્રામ ગેરકાયદેસર કર્યો માટે જ તૈયાર કરવામાં આવે છે. જેનો ઉપયોગ માનવજાત માટે ખુબજ નુકશાનકારક છે.
૬) માનવો માટે રોજગારમાં ઘટાડો : AI દ્વારા સૌથી મોટી આ પ્રકારની સમસ્યા ઊભી થશે. જ્યાં મનાવ જેટલા કલાકોમાં તેની ક્ષમતા કરતાં ઓછું કાર્ય કરે છે ત્યાં AI તેનાથી ઓછાં સમયમાં માનવ ક્ષમતા કરતાં વધુ કાર્ય કરી શકે છે. જેથી ૨ માનવની જગ્યાએ એક AI કાર્ય કરી શકે છે. જે માનવનો રોજગાર છીનવી શકે છે. આપણે સમાચારમાં આવા કિસ્સાઓ સાંભળ્યા જ હશે કે AI ના કારણે આટલા કર્મચારીઓ ની છટણી કરવામાં આવી. તો આ એક ખૂબ જ મોટી સમસ્યા આવતાં સમયમાં જોવા મળી શકે છે.
તો ઉપર જણાવ્યા મુજબ ફાયદા કરતાં ગેરફાયદા વધુ છે, હવે તે સ્પષ્ટ કરીએ કે ભારત માટેજ કેમ ખતરા રૂપ છે AI?
ભારત એક એવો દેશ છે જે દુનિયાભરમાં સૌથી વધુ માનવવસ્તી ધરાવતો દેશ છે, અહીં ૮૦ ટકા લોકો રોજમદારો છે, અને તેઓ નજીવા વેતન પર કાર્ય કરે છે. અહીં ટેકનોલોજીનું ચલણ પણ ખૂબ જ ઓછું છે. હવે જો વ્યવસાયો માં AI નું આગમન થાય તો કેટલાય લોકોનો રોજગાર છીનવાઈ જાય અને દેશમાં બેરોજગારી વધે. બેરોજગારી વધવાથી દેશમાં ક્રાઇમ રેટમાં વધારો થઈ શકે છે. આથી વસ્તી વધતી જશે સાથે સાથે બેરોજગારી પણ વધતી જશે. અનેક પ્રકારના ગુન્હાઓ જેવાકે ચોરી, મારપીટ, લૂંટફાટ, ધમકી, ખંડણી, તસ્કરી, નશીલા પદાર્થોનું સેવન તથા વેચાણનું પ્રમાણ વધતું જશે.
AI નો ઉપયોગ રોજિંદા જીવનમાં થવા લાગે તો મનુષ્ય આળસુ બની જશે તેના કારણે તેને ઘણા રોગો પણ થઈ શકે છે. દેશમાં બીમારીનો ગ્રાફ વધશે. તે ઉપરાંત જો AI અસામાજિક તત્વોના હાથમાં આવી જશે તો લોકોની તસવીરો, વીડિયોની નકલ કરી છબી ખરાબ કરવાની ધમકી આપી નાણાંની માંગણી કરવામાં આવશે. AI દ્વારા ઠગાઇના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવશે. જેને કંટ્રોલ કરવા મુશ્કેલ બનશે.
આથી જો AI ભારતમાં ઉપયોગમાં લેવામાં આવે તો ફાયદા કરતાં નુકશાન વધુ છે, અને અમુક બાબતોમાં ખતરારૂપ છે. તેથી AI નો ઉપયોગ સીમિત રાખવો જોઈએ.
Pic courtesy: Pexels