વડાપ્રધાન મોદી ૨ દિવસમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી 22 અને 23 ફેબ્રુઆરી, 2024ના રોજ ગુજરાત અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે.

22મી ફેબ્રુઆરી

સવારે 10:45 વાગ્યે : અમદાવાદમાં, વડાપ્રધાન ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ની સુવર્ણ જયંતિ ઉજવણીમાં ભાગ લેશે.

બપોરે 12:45 વાગ્યે : વડા પ્રધાન મહેસાણા પહોંચશે અને વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કરશે.

બપોરે 1 વાગ્યે : વડા પ્રધાન મહેસાણાના તરભમાં એક જાહેર સમારંભમાં ભાગ લેશે જ્યાં તેઓ રાષ્ટ્રને સમર્પિત કરશે અને રૂ. 8,350 કરોડથી વધુની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે.

4:15 વાગ્યે : વડા પ્રધાન નવસારી પહોંચશે, જ્યાં તેઓ લગભગ રૂ. 24,700 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે.

સાંજે 6:15 વાગ્યે : વડાપ્રધાન કાકરાપાર એટોમિક પાવર સ્ટેશનની મુલાકાત લેશે.

23મી ફેબ્રુઆરી

વડાપ્રધાન સ્વતંત્ર સભા, BHU, વારાણસી ખાતે સંસદ સંસ્કૃત પ્રતિયોગિતાના વિજેતાઓને ઇનામ વિતરણ માટેના કાર્યક્રમમાં ભાગ લેશે.

સવારે 11:15 વાગ્યે : વડાપ્રધાન સંત ગુરુ રવિદાસ જન્મસ્થળે પૂજા અને દર્શન કરશે.

સવારે 11:30 વાગ્યે : વડા પ્રધાન સંત ગુરુ રવિદાસની 647મી જન્મજયંતિની ઉજવણીના જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે.

બપોરે 1:45 વાગ્યે : વડા પ્રધાન એક જાહેર સમારંભમાં હાજરી આપશે જ્યાં તેઓ વારાણસીમાં રૂ. 13,000 કરોડની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.