વડાપ્રધાન એઈમ્સ – રાજકોટનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન 24 અને 25 ફેબ્રુઆરી, 2024ના રોજ ગુજરાતની મુલાકાતે આવેલ છે. 25મી ફેબ્રુઆરીના રોજ સવારે 7:45 કલાકે વડાપ્રધાન બેટ દ્વારકા મંદિરમાં પૂજા અને દર્શન કરશે. આ પછી સવારે 8:25 વાગ્યે સુદર્શન સેતુની મુલાકાત લેવામાં આવશે. ત્યારબાદ તેઓ સવારે 9:30 વાગ્યે દ્વારકાધીશ મંદિરની મુલાકાત લેશે.

દ્વારકામાં બપોરે લગભગ 1 વાગ્યે, વડા પ્રધાન રૂ. 4150 કરોડ કરતાં વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે.

ત્યારબાદ બપોરે 3.30 કલાકે વડાપ્રધાન એઈમ્સ રાજકોટની મુલાકાત લેશે તથા સાંજે લગભગ 4:30 વાગ્યે, વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને રૂ.48,100 કરોડથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનો રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે શિલાન્યાસ કરશે.