છેલ્લા કેટલાય સમયથી એશિયાના સૌથી મોટા સ્લમ (ઝૂંપડપટ્ટી) ને વિકસાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. આખરે આ સ્લમને રીડેવલપ કરવાની જવાબદારી અદાણી ગૃપને સોંપવામાં આવી છે.
ધારાવી અંદાજે ૩ ચો. કિમી. વિસ્તારમાં ફેલાયેલું છે પણ તેની વસ્તી ૧૦ લાખથી વધારે છે. આ ધારાવી માં દરેક પ્રકારના કામ ધંધા રોજગાર ધમધમી રહ્યા છે.
હવે જોવું એ રહ્યું કે આટલી વસ્તીને ક્યાં સ્થાનાંતર કરવામાં આવશે અને કેટલો સમય લાગશે તેને વિકસિત કરવામાં. કારણ ગમે તે હોય પણ આનો સીધો લાભ અદાણી ગ્રૂપ ને થશે એ વાત ચોક્કસ છે.