વડોદરાના હરણી વિસ્તારમાં આવેલ મોટનાથ તળાવની ઘટના 12 બાળકો અને 2 ટીચરના મૃત્યુ

વડોદરાના હરણી વિસ્તારમાં આવેલ મોટનાથ તળાવની મુલાકાતે ગયેલા ન્યુ સનરાઈઝ સ્કુલના બાળકો તથા શિક્ષકો આકસ્મિક ઘટનાનો ભોગ બન્યા છે. મોટનાથ તળાવમાં બોટીંગ માટે 27 જણને બેસાડી નૌકા વિહાર કરાવવામાં આવી રહ્યું હતું જેમાં 23 સ્કુલના વિધ્યાર્થીઓ તથા 4 ટીચર સવાર હતા તે દરમિયાન અચાનક બોટ પલટી હતી અને આ ઘટનામાં 12 બાળકો અને 2 ટીચરના મૃત્યુ નિપજ્યા હતા. અન્ય બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ બોટ ચલાવવા માટેનો કોન્ટ્રાક્ટ કોટીયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડને આપવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટના બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર ટ્વીટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યુ હતું.

મૃતકોને કેન્દ્ર સરકાર તરફથી 2 લાખ અને રાજ્ય સરકાર તરફથી 4 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તથા ઈજાગ્રસ્તોને 50 હજાર આપવામાં આવશે.

સામાજિક પથ પરિવાર તરફથી મૃતકોને શ્રદ્ધાંજલિ તથા તેમના પરિવાર જનો ને દિલાસો આપવામાં આવે છે.