ભૂતિયા ટ્રસ્ટો સામે મુખ્ય ચેરિટી કમિશનરે લાલ આંખ કરી છે. ગુજરાતમાં સેવાના નામે ગોલમાલ કરતા ટ્રસ્ટો સામે લાલ આંખ કરતા મુખ્ય ચેરિટી કમિશનર માનનીય શ્રી વાય. એમ. શુક્લએ જણાવ્યું છે કે સુરત શહેર તથા જિલ્લામાં સેવાના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બનાવટી ટ્રસ્ટોના એકે એક ટ્રસ્ટી સામે કડકાઇથી પગલા ભરવા જણાવ્યું છે.
દીન -દુખિયારા માણસોને મદદ તથા સેવાના નામે (તથા ધર્મની આડ હેઠળ પણ) ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કેટલાક ટ્રસ્ટો માં થતી હોવાનું બહાર આવ્યું છે. ઘણા લોકોએ આ બાબતે સરકાર શ્રીને, કલેકટરશ્રીને તથા ચેરિટી કમિશનર ની ઓફિસમાં અરજીઓ કરી છે. આવા લેભાગુ માણસો ટ્રસ્ટની જમીનનો વેચવામાં મશગુલ હોવાનું જણાયું છે. તેઓ એ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ કલમ 36 ની પરવાનગી લેવી જોઈએ તે લીધી હોતી નથી તથા કેટલાક ટ્રસ્ટીઓ લેવડદેવડમાં સાટા પદ્ધતિ દ્વારા કબજા રસીદ પર વેચાણ થી જમીન ફટકારી દેતા હોવાનું બહાર આવ્યું છે. સરકારે ચેતવણી આપવા છતાં ખોટી એન્ટ્રીઓ પાડીને એને પરવાનગી મેળવી લેવાનું હોવા પણ જણાવ્યું છે.
વધુમાં સૂત્રો દ્વારા જાણવા મળે છે કે 36ની પરવાનગી વગર કરવામાં આવેલ સોદા તેમજ કબજાઓ પરત મેળવવા હુકમ કરવામાં આવ્યો છે આવી પ્રવૃત્તિઓને હળવાશથી લેવાય નહીં એમ ચેરિટી કમિશનર શ્રીએ નોંધ લીધી છે. તેવા લોકો સામે કાયદેસર કડક કાર્યવાહી કરીને તેને રોકવાનું કામ ચેરિટી ઓફિસની જવાબદારીમાં આવે છે. કોઈપણ ટ્રસ્ટ પ્રોપર્ટી, નાણાં તથા જમીનો ટ્રસ્ટની માલિકીની ગણાય છે. આગળ જતાં આવા કિસ્સામાં ફોજદારી કાર્યવાહી કરવાનું જાણવા મળે છે.
જાણવા જેવું છે કે કોઈપણ ટ્રસ્ટ એ લોકોની માલિકીનું છે ચેરિટી કમિશનર ની ઓફિસ તેની સંભાળ લેવાનું કામ કરે છે તેમની નજર બહાર કંઈ પણ કરવું તે ગંભીર ગુનો ગણાય છે. કેટલાક ટ્રસ્ટીઓ આવા ટ્રસ્ટોની મિલકતને પોતાના બાપ દાદાના વારસાની મિલકત ગણતા હોય છે.
બેંકમાંથી લોકોના નાણાં ઉપાડવા, મુકવા કે નવા બેન્ક ખાતાઓ ખોલવા વગેરેમાં પારદર્શકતા હોવી ફરજીયાત છે. અને તેમણે સમયાંતરે લોકો સમક્ષ જાણકારી આપવી જરૂરી છે માટે જો કોઈ ટ્રસ્ટી કે એની સમિતિઓ આંખ આડા કાન કરતા હોય તો આ સમાચાર તેમને ચેતવણી રૂપ છે.