ભારતભરમાં રાજ્ય અને પ્રાંત, વિભાગો ની ટુકડીઓ પાડી સુવ્યવસ્થિત રીતે “રામલલાની પધરામણી” માટે આયોજનો કરવામાં આવ્યા હતા. સામાન્ય રામભક્તથી માંડીને ઓફિસર કક્ષાના અધિકારીઓ અને રાજકીય રામભકતો સામેલ થયા હતા. રા.સ્વ.સંઘ, હિન્દુ પરિષદ, બજરંગદળ, તથા અન્ય રાષ્ટ્રવાદી સંગઠનો તથા વ્યક્તિગત નાગરિકોએ ખૂબ જહેમતથી આ કામ પાર પાડ્યું છે. પ્રાર્થનાઓ, આરતીઓ, પ્રસાદો, અન્નકૂટો અને શોભાયાત્રાઓ માં જોડાયેલા ભાઈઓ, બહેનો, યુવાનો, દીકરીઓ અને નાના ભૂલકાઓ તન મન ધન થી એક ભાવનાથી જોડાયેલા જોવા મળ્યા. રામ મંદિર અને રામલલા લગભગ 550 વર્ષ પછી તેમનું છીનવાઈ ગયેલું સ્થાન પરત મેળવી શક્યા છે. તેનો અનેરો ઉત્સાહ આ દિવસોમાં દેશભરમાં જોવા મળ્યો.
સૌથી મોટું કામ હિન્દુ સમાજ જે જાતિવાદ ભેદભાવમાં બેહકાવવાથી વિખરાઈ ગયો હતો, તેમાં વચ્ચે અંતર ઘટી રહ્યું છે અને ભેદભાવ ભૂલીને ભગવા ધ્વજ તળે એક થવાનો અવસર પ્રાપ્ત થયો.
1990 માં સોમનાથ મંદિરથી શ્રી અડવાણીજી ની આગેવાનીમાં જે જાગૃતિ યાત્રા અયોધ્યા સુધી નીકળી હતી, તે પ્રારંભ હતો. તે દિવસથી જમીન પરત મેળવવા ના તથા રામ મંદિરનું બાંધકામ કરવાના સતત પ્રયત્નો થઈ રહ્યા હતા. એટલે જ એ સમયના આગેવાનો તરીકે શ્રી મુરલી મનોહર જોશી, શ્રી અશોક સિંઘલ, સાધ્વીજી ઉમા ભારતી તથા પ્રજ્ઞાભારતી વગેરે ને આ સમયે લોકોએ યાદ કર્યા છે સાથે સાથે 1992માં દ્વસ્ત કરવામાં આવેલ બાબરી મસ્જિદ માં જાન ગુમાવ્યો તથા ગોધરા સ્ટેશનને જેમણે આહુતિ આપી તેમને આ દિવસે ખાસ યાદ કરવામાં આવ્યા હતાં. જોકે આહુતિ આપનારમાં લીસ્ટ ઘણું લાંબુ છે પણ સમાચાર ની મર્યાદા માં આટલા લોક હૃદય સમ્રાટ લોકોની નોંધ લેવી જરૂરી છે આ બધા કારણોને લઈને 22મી જાન્યુઆરી નો દિન એ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી છલકાયો હતો વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીએ, એમની પી.એમ ઓફિસે અને રક્ષા મંત્રાલયે એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કર્યું છે. એથી જ દિવાળીના તહેવાર ની જેમ આ દિવસે લોકોએ પોતાનો હર્ષ-ઉલ્લાસ પ્રગટ કર્યો હતો.
રા.સ્વ. સંઘ અને વીએચપીના હેતુઓ કાર્ય શૈલીઓ અને વિચારધારાઓમાં રહેલા સામાન્ય તફાવત માં સમાધાન કરી શ્રીરામના આદર્શ ના પગલે ચાલીને બધા હિન્દુ પક્ષોએ પોતાના વિચારોમાં બાંધછોડ કરી એ જ બહુ મોટું પરિવર્તન જોવા મળ્યું છે જો આમ જ એકતા જળવાઈ રહેશે તો અખંડ ભારતના સાત કોઠાનું યુદ્ધ જીતવું ખૂબ સરળ પડશે એ સીધી વાત છે.
બીજું એક પગલું એ કહી શકાય જે જૂથ પ્રમાણે ઘેર ઘેર મુલાકાત લઈ રામ મંદિર નો ફોટો આમંત્રણ પત્રિકા ના રૂપમાં ચોખા (અક્ષત) અને મંદિર નિર્માણની વિશેષતાઓનું પેમ્પલેટ ઘેર ઘેર વહેંચવા આવ્યું, તે પદ્ધતિના ઘણા પાયાના લાભો થયા છે અને ભવિષ્યમાં બીજા લાભો આજ એકતા પધ્ધતિથી થતા રહેશે. એ મારી દ્રષ્ટિએ પ્રશંસનીય પગલું છે, જેનાથી આ કાર્યને સફળતા મળી છે અને ફક્ત રામ મંદિર કે અયોધ્યા નહીં પણ “અખંડ ભારત દર્શન”ના દરવાજા સુધીનો માર્ગ ખુલી ગયો છે.
આ પ્રસંગને અનુરૂપ વ્યક્તિગત નાના લોકોનું સ્વાર્પણ તથા સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓનું યોગદાન પણ નોંધનીય છે. આ કાર્યક્રમનો વિદેશોમાં ભારે પડઘો પડ્યો છે વિદેશોમાં રહેતા ભારતીઓ ખૂબ ઉત્સાહમાં આવી ગયા છે એનું કારણ એ પણ જાણવા મળ્યું છે કે છાશવારે અમેરિકા અને બીજા પશ્ચિમી દેશો માં ભારત ઉપર નજર રાખીને નાની મોટી ખોડખાંપણ કાઢીને આક્ષેપો મૂકીને એમની પાર્લામેન્ટમાં ઠરાવો પસાર કરીને ભારતને દબાવવાની જે રાજકીય કોશિશ થઈ રહી હતી તેના પર આ જ્વાળા ની અસર પડી. એની ભારતના લોકોએ નોંધ લીધી હોઈ આ પ્રાણ પ્રતિષ્ઠા સમયે તે આનંદ તથા ઉભરા સાથે પ્રતિભાવ આપવામાં આવ્યો હતો, તેમ કહેવું ખોટું નથી. વિદેશોમાં રહેતા ભારતીયો ખૂબ ઉત્સાહમાં આવી ગયા છે ત્યાં રહેતા બિન ભારતીઓએ પણ હિન્દુ સનાતન ભૂમિ અને પરંપરાઓને નજીકથી નિહાળી છે. વિદેશમાં કદાચ પહેલી વાર આ રીતે હિન્દુ ધર્મના હાર્દ સમા માનવતા અને સમાનતા નો સંદેશો પહોંચ્યો છે. સોશિયલ મીડિયા કર્મીઓએ એની જવાબદારી નિભાવી છે, મીડિયામાં અમારા જેવા કાર્યકર્તાઓએ એમના ક્ષેત્રમાં રહીને પણ યોગદાન આપવાનું ચાલુ રાખ્યું છે.
જય હિન્દ