“આરતી ફાઉન્ડેશન” તથા “અખિલ જિલ્લા ગાયત્રી પરિવાર” (તત્વાવધાન) ના સંયુક્ત પ્રયાસથી તારીખ 7/1/23 રવિવારના રોજ ગાયત્રી ચેતના કેન્દ્ર (ગોરના કુવા) ખાતે “મફત નેત્ર યજ્ઞ” એટલે ફ્રી આઈ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. તેમાં ‘માતૃધામ ચેરીટેબલ આંખની હોસ્પિટલ’ ના ડોક્ટરો તથા સ્ટાફે ઉત્સાહથી સેવા આપી. કાર્યક્રમનો સમય સવારે 10 થી 12 વાગ્યા સુધી હતો તેમાં આંખોની તપાસ કરવામાં આવી તથા મોતિયાના મફત ઓપરેશન કરવાની દર્દીઓ ને તારીખો આપવામાં આવી હતી. આ શિબિરમાં ભાગ લેનાર દર્દીઓની સંખ્યા લગભગ 180 હતી તેમાંથી મોતિયાના ઓપરેશન અંદાજે 135 જેટલા કરવામાં આવ્યા નું જાણવા મળ્યું હતું. આસપાસના વિસ્તારમાંથી જરૂરીયાતમંદ લોકોએ આ સેવાનો લાભ લીધો. આયોજનમાં ‘ઈશ્વર કૃપા સેવા ગ્રુપ’ ના કાર્યકરોએ ખુબ મદદ કરી.