“જીવન શાંતિ દીપ” સંસ્થા દ્વારા જરૂિયાતમંદોને સાડી તથા બ્લેન્કેટનું વિતરણ

તારીખ ૧૭/૧૨/૨૩ રવિવારના રોજ અમદાવાદ ની જાણિતી જીવનદીપ સેવા સંસ્થા દ્વારા ખેડા કેમ્પ ખાતે ચર્ચ કંપાઉન્ડમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સંસ્થાના હેતુ પ્રમાણે મુખ્યત્વે ગરીબ કુટુંબના ભાઈ-બહેનોને તથા વિધવા બહેનોને મદદ કરવાનો આશય હતો. નાતાલ પર્વના તહેવારની આનંદથી ઉજવણી કરી શકે તેથી આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો.

જીવનદીપ સંસ્થાના ડાયરેક્ટર તથા મેરેજ રજીસ્ટાર વડીલ શ્રી જોનભાઈ એ વિગતો આપતા જણાવ્યું કે 80 ની સંખ્યામાં વિધવા બહેનોને સાડીઓ આપવામાં આવી હતી તથા ગરીબ કુટુંબના લોકોને ઠંડીની ઋતુને ધ્યાનમાં રાખીને 100 બ્લેન્કેટ ભેટ આપવામાં આવ્યા હતા. આ સંસ્થાની સાથે “સેન્ડ ધ લાઈટ” નામની સંસ્થાએ પણ ભાગીદારી નોંધાવી હતી. બંને સંસ્થાઓ સમાજ સેવાના કાર્યોમાં લાંબા સમયથી સેવા કરી રહી છે લાભ લેનારને પૂછપરછ કરતા તેમણે જણાવ્યું કે કાયમી મોંઘવારી તથા ઘરમાં આવકના સ્ત્રોત નહીં હોવાથી આ સંસ્થાઓ અમારી અવારનવાર સેવા કરે છે. ઈશ્વર તેમના કાર્યને આશીર્વાદ આપો અને અમારા જેવા લોકોને વધુ મદદરૂપ કરવા તેમને બળ તથા હિંમત આપતા રહે.

સંસ્થાના કાર્યક્રમમાં વક્તા શ્રી અશ્વિનભાઈએ બીજાને મદદ કરવા બાબતે સંદેશો આપ્યો હતો. લગભગ 100 જેટલા લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ પૂરો થતાં સુંદર ભોજન ગોઠવવામાં આવ્યું હતું.