ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ આજે અરવલ્લીના મોડાસામાં રૂ. 6500 ના લાંચ કેસમાં એક RTO એજન્ટને પકડી પાડયો છે.
આ કેસમાં ફરિયાદીએ તેની 12 વ્હીલર ટ્રક માટે ફિટનેસ સર્ટિફિકેટ લેવા મોડાસા આરટીઓમાં અરજી કરી હતી. RTO ખાતે, ફરિયાદીની મુલાકાત RTO એજન્ટ, ઈમરાન હુસૈન ઉર્ફે ભુરો મુહમ્મદ હુસૈન ટિંટોયા સાથે થઈ હતી. ત્યારબાદ ફરિયાદીના વાહન માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે ટિંટોયાએ રૂ. 10000ની લાંચ માંગી હતી.
લાંચ આપવા માટે ફરિયાદી અસહમત હોય તેને એન્ટી કરપ્શન બ્યુરોને ફરિયાદ કરી હતી, એસીબી એ એજન્ટને પકડવા જાળ ગોઠવી અને એસીબીએ એજન્ટને રૂ. 6500 લેતા રંગે હાથે ઝડપી પાડયો હતો.