વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વ માં 2014 થી 2024 સુધી 10 વર્ષના દાયકામાં જે પરિવર્તન દેખાઈ રહ્યું છે તેનો સાર નવા બજેટ માં જોઈ શકાય છે. નાણામંત્રી નિર્મલા સીતારામને નવા બજેટમાં માટે કહ્યું છે કે આ સરકારે છેલ્લા 10 વર્ષમાં અનેક પડકારોનો સામનો કરીને આયોજન પ્રમાણે પ્રગતિ સાધી છે. જનતાને માટે ફાયદા કારક સુધારા કરવામાં પાછી પાની કરી નથી, તેમ જ યુવાનોની અને મહિલાઓની ચિંતા કરીને ઘણી યોજનાઓ જનતા સમક્ષ મૂકી છે. વિકાસ ની અમારી દોડ આગળ ને આગળ વધતી ચાલી છે.
નાણામંત્રી એ કહ્યું કે વીજળી, ગેસ, પાણી તથા બેન્ક એકાઉન્ટ ખોલવા જેવી નાણાંકીય વ્યવસ્થાઓ પાર પાડવા અમે કામ સાથે કરી રહ્યા છીએ. જો ખાદ્યન ની વાત કરીએ તો 80 કરોડ લોકોને નિશુલ્ક ખાદ્યાન્ન પૂરું પાડ્યું છે ગ્રામીણ ક્ષેત્રોમાં આવકનો સ્ત્રોત વધી રહ્યો છે. તેમ જોતા 2047 સુધીમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર ની હરોળમાં આવીને ઉન્નત મસ્તકે ઉભું રહેશે એમાં કોઈ શંકા નથી. લોકોને સશક્ત બનાવવાનું કાર્ય અમારી સરકારે મજબૂત રીતે કર્યું છે. સાથે સાથે આંતરિક પ્રશ્નો જેવા કે પરિવારવાદ જેવા અન્ય સામાજિક પ્રશ્નો નો પણ અમે ખાતમો બોલાવી દીધો છે.
નાણામંત્રીએ ખૂબ જ મક્કમતાથી જણાવ્યું કે 2030 સુધીમાં સાત લાખ કરોડ યુએસ ડોલર નું અર્થતંત્ર બનાવવાની અમે ઈચ્છા રાખીએ છીએ પણ આજે જે જે જગ્યાએ યુદ્ધ ને કારણે ઘર્ષણ ચાલી રહ્યા છે તેની અસરથી પ્રોગ્રેસ ઘટી ગયો છે અને બીજા નવા પડકારો ઊભા થયા છે્ જેની વિશ્વની સાથે આપણા અર્થતંત્ર પર પણ અસર થઈ છે. રશિયા યુક્રેન ઘર્ષણ અને છેલ્લે થયેલું હમાસ ઇઝરાયેલ ઘર્ષણ યુદ્ધે ઘણી બધી સમસ્યાઓ ઊભી કરી દીધી છે તેમાં ખાસ કરીને વૈશ્વિક પુરવઠા ની લેવડદેવળ વચ્ચે મોટી અસર થઈ છે આ યુદ્ધ દરમિયાન નવો વર્લ્ડઓર્ડર ઉભરી રહ્યો છે એમ છતાં ભારતે સફળતાપૂર્વક ઈંધણ અને ખાતરના ભાવમાં ઉછાળાના પડકારોનો સામનો કર્યો છે. તેથી નાણાંકીય મજબૂતાઈ ઉપર પકડ રાખવામાં રોકાણકારોએ ઘણી સહાય કરી છે.
આપણો દેશ આગામી ત્રણ વર્ષમાં કરોડ ડોલર સાથે ત્રીજું અર્થતંત્ર બની જવાનું છે એમાં કોઈ શંકા નથી અને દરેક ક્ષેત્રમાં પબ્લિક સિસ્ટમ વધુ સારી થઈ રહી છે. એ પણ એક નોંધવા જેવી બાબત છે. નાણામંત્રીએ કરેલી વાતોનો આ સાર “સામાજિક પથ”માં આપની સમક્ષ મૂકી રહ્યા છીએ.
આ નવા બજેટના આધાર ઉપર કેટલીક અગત્યની વાતો નોંધવા જેવી છે જેમાં માનવ વસ્તી વૃદ્ધિ ના પડકાર – ડેમોગ્રાફિક પડકારો ને પહોંચી વળવા એના અભ્યાસ માટે સરકાર ઉચ્ચ સ્તરીય સમિતિ અને બનાવીને સઘન કામગીરી કરવા જઈ રહી છે.
સરકારે પીએમ કિસાન સન્માન યોજના હેઠળ 11.8 કરોડ પછાત અને નાના ખેડૂતોને નાણાંકીય મદદ કરવા નો મુદ્દા પર ભાર મૂક્યો છે.
2024 25 ના વર્ષ માટે જીડીપી દર 10% ની ઉપર જવાની આશા રાખવામાં આવી છે.
દેશમાં ગરીબી રેખામાંથી ઉપર લાવવા માટે છેલ્લા દસ વર્ષમાં મહત્વપૂર્ણ જે કાર્ય કર્યું તે “સબકા સાથ સબકા વિકાસ મંત્ર ના આધારે 25 કરોડ લોકોને બહાર કાઢ્યા છે.
નવા બજેટમાં ઇન્કમટેક્સમાં કોઈ રાહત આપવામાં આવી નથી પણ ભારણ ઘટાડવાના નાના ટેક્સપેયર ને હળવાશ થાય એવી વાત એ છે કે રૂપિયા 25,000 સુધીની ટેક્સ નોટિસ રદ થતા એક કરોડ કરદાતાઓ ને ફાયદો થશે.
સોશિયલ મીડિયાના આ જમાનામાં તેમની સાડી વિશે પણ સમાજમાં ચર્ચા થતી જોવા મળતી હોય છે એવું કહેવાય છે કે ભારતીય વિચારધારા માં રંગોની જે પ્રતિક તરીકે રંગોને જે પ્રતિક તરીકે માનવામાં આવે છે નાણામંત્રીએ બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ બ્લુ રંગ ઉજળા વાદળી રંગની સાડી પહેરી હતી જેમાં ફૂલપત્તી ડિઝાઇન આકર્ષક જણાતી હતી. શાંતિના પ્રતિક સમાન આસમાની રંગ ના બેકગ્રાઉન્ડ માં ગતિદર્શક વનસ્પતિ ના વેલાની ડિઝાઇન વિકાસશીલ દેશનું પ્રતિબિંબ કહી શકાય. વાદળી કલર બળ આપનાર, પ્રગતિ શાંતિ અને વીરતાનુ પ્રતીક કહેવાય છે સાથે સાથે જે સાડીમાં તેઓ સજ્જ હતા તે આત્મવિશ્વાસ અને અધિકારનું પ્રતિબિંબ રજૂ કરે છે.
નવા બજેટ ને જોતા 2047 સુધીમાં ભારતના ટાર્ગેટ માં વિકાસશીલ દેશ બનાવવાનું એક સપનું સાકાર થાય એ રીતે બજેટ ની આઉટલાઈન તૈયાર કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર રાજ્યોને ₹75,000 કરોડનું વ્યાજમુક્ત ધિરાણ આપશે એવી યોજનાઓ આ બજેટમાં રજૂ થઈ છે.
નાણામંત્રીએ જણાવ્યું છે કે મોદી સરકાર સર્વગ્રાહી સર્વ વ્યાપક અને સર્વ સમાવેશક ના આધાર ઉપર વિકાસનું કામ કરી રહી છે દરેક જાતિના લોકો અને સ્તરના લોકોની આ સરકાર ચિંતા કરી રહી છે અને તેથી આ સરકાર ખાતરી આપે છે કે 2047 સુધીમાં વિકસિત ભારત બનવાનો સંકલ્પ હાંસલ કરી શકીશું.
આ બજેટમાં જે નવું સાંભળવા મળ્યું તે ચાર વર્ણની વાત છે મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબો ના ચાર વર્ગો ને ધ્યાનમાં રાખીને તેમની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે આ સરકાર કટિબદ્ધ છે. આ ચાર જાતિઓને વિભાગોને સામાજિક દરજ્જા વગર જ તકનો લાભ મળવો જોઈએ અને સમાજમાં અસમાનતા ની વાડ તૂટવી જોઈએ તેને દૂર કરવા આ કાર્ય આ સરકાર જોર જોર રીતે કરી રહી છે. સામાજિક અને આર્થિક રીતે ઉત્થાન ના કાયમી ઉકેલ માટે અને તેના ઉચ્ચ પ્રકારના ઉદ્દેશો પાર પડે તે માટે અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે.