૨૦૨૩ માં ભારતમાં ભ્રષ્ટાચાર વધ્યો, ટ્રાન્સ્પરન્સી ઇન્ટરનેશનલ સંસ્થાની ટીમ દ્વારા ૧૦૦ દેશનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લીસ્ટમાં કયાં દેશમાં કેટલો ભ્રષ્ટાચાર છે તેને ૧-૧૮૦ આંક આપવામાં આવે છે. જે દેશમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર એને સૌથી નાનો અને જે દેશમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર તેને મોટો નંબર આપવામાં આવે છે.
સાલ ૨૦૨૩ ના લીસ્ટ મુજબ ભારતને ૯૩મો નબર આપવામાં આવ્યો છે જે ૨૦૨૨માં ૮૫મો હતો. એનો અર્થ એ કે દેશમાં ભ્રષ્ટાચાર ૨૦૨૨ કરતા ૨૦૨૩માં વધ્યો છે. દેશમાં ભ્રષ્ટાચાર માઝા મૂકી છે અને સત્તાધારી પક્ષ આ સમયને અમૃત કાલ કહે છે, હવે તે કોના માટે અમૃત કાલ છે એ તો જનતાએ સમજવાનું રહ્યું.
આ લિસ્ટમાં ૧ ક્રમાંક પર ડેન્માર્ક છે જેને ભ્રષ્ટાચાર મુક્ત દેશ ગણવામાં આવે છે. જ્યારે અમેરિકા ૨૪માં, ચીન ૭૬માં અને પાકિસ્તાન ૧૩૩માં અને માલદીવ પણ ૯૩માં ક્રમાંક પર છે.