ચંદીગઢ ના 53 વર્ષના અનિલ મસિહ નામના ચર્ચકમિટીના એક આગેવાને ખ્રિસ્તી ધર્મને લાંછન લાગે એવું કૃત્ય કર્યું છે. જે ઉત્તર ભારતમાં અને ભારતના રાજકારણમાં ચર્ચાનું કારણ બન્યું છે.
એકવાર ચર્ચ કમિટીની મિટિંગમાં તેણે સીએનઆઇ ચર્ચ સંસ્થા પર કલંકરૂપી અઘટિત શબ્દો ઉચ્ચારણ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. તેનાંથી કમિટીએ તેને તેની વ્યવહાર ના કારણે કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ બિશપ ને ફરિયાદ કરતાં એમનાં પર એક્શન લીધી હતી. ત્યારબાદ તેનું કાર્ય આગળ વધતા તેણે રાજકારણમાં ઝંપલાવ્યું હતું. 2015 થી તેણે ભાજપ પાર્ટીમાં કામ કરવાની જવાબદારી સ્વીકારી હતી ત્યાં ભાજપનો વિશ્વાસ સંપાદન કર્યા બાદ તેને આગળ વધવાની તકો સાંપડી હતી પણ ચપળતાથી તે નવા નવા કામો પાર્ટીના લાભમાં કરતો રહ્યો હતો.
22 ઓક્ટોબરથી તે સક્રિય રાજકારણમાં ચંદીગઢની મ્યુનિસિપલ કાઉન્સિલર નો ઉમેદવારીમાં ઝંપલાવ્યું હતું અને તેમાં તે જીતી ગયો હતો તેથી પાર્ટી એ તેને ચૂંટણીના અધિક્ષક તરીકે કામગીરી સોંપી હતી. એ દરમિયાન ચૂંટણીના કામોમાં પરવાઇ ગયો જોવા મળતો હતો. તે ભાજપના લઘુમતી સેલનો અધ્યક્ષ પણ બની બેઠો હતો. ત્યાં એ સીધો ન રહેતા તેણે આગળ વધવાના નવા નવા અખતરા અપનાવ્યા હતા. તાજેતરમાં ભાજપ કમિટીના બોર્ડમાં સભ્ય તરીકે તેને સારી એવી તક મળતી ગઈ. તેમાં એવું સાંભળવા મળ્યું છે કે ચૂંટણીના એક બહુ મોટા કૌભાંડમાં તેનું નામ ખુલ્યું છે. જેનાથી ભારતીય જનતા પાર્ટી પણ સંકટમાં મુકાઈ ગઈ છે.