સમાન નાગરિક સંહિતા (યુસીસી)

“યુનિફોર્મ સિવિલ કોડ ઉત્તરાખંડ 2024” તરીકે ઓળખાતા આ કાયદામાં લગ્ન નિકાહ, છુટાછેડા, રિલેશનશિપ અને ઉત્તરાધિકાર સહિતની બાબતોનું આ કાયદા હેઠળ સંચાલન કરવામાં આવશે.

ધર્મને એક બાજુ રાખીને આ કાયદો ઘડવામાં આવ્યો છે, દેશમાં ઉત્તરાખંડ રાજ્યમાં પ્રથમ લાગુ થઈ રહ્યો છે. તેને વિધાનસભામાં મંજૂરી આપવામાં આવી છે. હવે રાજ્યપાલની સહી માટે મોકલવામાં આવનાર છે. ત્યારબાદ તે કાયદા તરીકે અમલ કરવામાં આવશે. સૌથી મોટી વાત એ છે કે જુદા જુદા ધર્મના લોકો માટે જે છુટા છવાયા કાયદાઓ હતા તેના બદલે “યુસીસી” કાયદો કાર્યરત થઈ જશે.

ઉત્તરાખંડમાં ભાજપની બહુમતી હોવાથી તે વિધાનસભામાં સરળતાથી મંજૂર થઈ ગયો. એમ છતાં ઘણી લાંબી ચર્ચા વિચારણા પછી આ સ્ટેજ પર આવી શકયો છે. સ્ત્રી અને પુરુષને આ કાયદા હેઠળ એક સરખા અધિકારો મળનાર છે. મહિલાઓ પર થતા અત્યાચાર અને શોષણ નો અંત આવશે એવી આશા રાખવામાં આવી રહી છે. વારસાઈ જમીનની માલિકી જેવા પ્રશ્નો લગ્ન નિકાહ તલાક વગેરે માટે આ કાયદો સમાનતાના ધોરણે ન્યાય આપશે.

લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓ માટે વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. તેમાં અમુક કોમ માટે ફેરફાર હતો. લિવ ઈન રિલેશનના કરારમાં પણ કાયદા હેઠળ નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. કેટલાક મુસ્લિમ આગેવાનો એમ માની રહ્યા હોય મુસ્લિમ ધાર્મિક અધિકારો બંધ થશે. તેવી તેમને ભીતી છે. તેમના સમાજ માટે એવો વિચાર ફેલાવી રહ્યા છે.‌ આદિવાસીઓ ને આ કાયદાથી હાલમાં બાકાત રાખવામાં આવ્યા છે. એક કરતાં વધુ લગ્ન કરવા અપરાધ ગણવામાં આવશે. ઘણા વિરોધ અને હંગામા વચ્ચે આ કાયદો આગળ વધી ગયો છે ત્યારે દેશના વિકાસ માટે આ સારી નિશાની હોવાનું ગુજરાતમાં ચર્ચાઈ રહ્યું છે.