IMF ના અહેવાલને નાણામંત્રાલયે અયોગ્ય ગણાવ્યો

ઋણ પરનો IMF (ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ) ના વાર્ષિક અહેવાલમાં ભારતનું દેવું વધતા દેશની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાનું જાહેર થતાં નાણામંત્રાલયે આ અહેવાલ ને અયોગ્ય ગણાવ્યો છે.

દેશના નાણાંમંત્રી નિર્મલા સિતરામને લોકસભામાં જણાવ્યું કે દેવું ઘટાડવા માટે અમે જે પ્રકારનાં પગલાં લઈ રહ્યા છીએ તે પર્યાપ્ત છે. જો તમે ભારતનું દેવું અને જીડીપી રેશિયો પર નજર નાખો તો જીડીપીના પ્રમાણમાં દેવું 80 થી 84 ટકાની રેન્જમાં છે જ્યારે ઘણા વિકસિત દેશો માં 100 અને 200 ટકાથી વધુ છે તથા બીજા ઘણા વિકસિત અર્થતંત્રોમાં 100 ટકાથી વધુ છે.

વધુમાં જણાવ્યું હતુ કે ગૃહના માનનીય સભ્યોને ખાતરી આપીએ છીએ કે દેવું અને જીડીપી રેશિયો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.