સિદ્ધારમૈયા સરકારે ખ્રિસ્તી અને મુસ્લિમોના વિકાસ માટે ૩૦૦ કરોડ ફાળવ્યા

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે વિધાનસભામાં રજૂ કરેલા 2024-2025ના બજેટમાં વકફ પ્રોપર્ટીના વિકાસ માટે 100 કરોડ રૂપિયા અને ખ્રિસ્તી સમુદાયના વિકાસ માટે 200 કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી હતી.

આ ઉપરાંત જૈનોના મુખ્ય યાત્રાધામોના વિકાસ માટે રૂ. 50 કરોડની જોગવાઈ કરવામાં આવશે.

બિદરમાં શ્રી નાનક ઝીરા સાહિબ ગુરુદ્વારા માટે એક કરોડ રૂપિયાની વિકાસ અનુદાન ફાળવવામાં આવી છે.

સિદ્ધારમૈયાએ કહ્યું કે રાજ્યના મુખ્ય તીર્થ સ્થળો પર મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે 20 કરોડ રૂપિયા આપવામાં આવશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં 50 મોરારજી દેસાઈ રેસિડેન્શિયલ સ્કૂલ, 100 પોસ્ટ-મેટ્રિક બોયઝ/ગર્લ્સ હોસ્ટેલ શરૂ કરવામાં આવશે જેમાં પ્રત્યેક 100 વિદ્યાર્થીઓની ક્ષમતા હશે અને રાજ્યમાં 100 નવી મૌલાના આઝાદ સ્કૂલો ખોલવામાં આવશે.

ઉપરાંત, જેની પોતાની ઇમારતો હશે તે 25 શાળાઓમાં પ્રિ-યુનિવર્સિટી કોલેજો શરૂ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે બૌદ્ધ સમુદાયના પવિત્ર ગ્રંથ ‘ત્રિપિટક’નો કન્નડમાં અનુવાદ કરવામાં આવશે.