૧૯ ફેબ્રુઆરી: જમ્મુ-કાશ્મીરમાં સોમવારે રાત્રે મધ્યમ તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. કાશ્મીરમાં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.5 માપવામાં આવી છે. ૧૯ તારીખે રાત્રે કાશ્મીરની ધરા ધ્રુજી ઉઠી હતી.
ભૂકંપના કેન્દ્ર ની ઊંડાઈ 10 કિમી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ, ભૂકંપનું કેન્દ્ર લદ્દાખના કારગિલથી 148 કિમી ઉત્તર પશ્ચિમમાં સ્થિત હતું.