અનિલ મસીહ પર ચૂંટણી પ્રક્રિયામાં દખલ કરવા બદલ કાર્યવાહી થવી જોઈએ : સુપ્રિમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે આજે ચંદીગઢ મેયરની ચૂંટણીની મેટરની સુનાવણી કરતી વખતે, મેયરની ચૂંટણીના પ્રિસાઇડિંગ ઓફિસર શ્રી અનિલ મસીહને મતોની ગણતરી વખતે તેમના ‘કાયદા વિરુદ્ધ ના વર્તન’ અંગે પ્રશ્નો પૂછ્યા હતા.

બેન્ચે અભિપ્રાય આપ્યો કે શ્રીમાન મસીહ પર ચૂંટણી પ્રક્રિયામાં દખલ કરવા બદલ કાર્યવાહી થવી જોઈએ. કોર્ટે કહ્યું કે નવી ચૂંટણીનો આદેશ આપવાને બદલે, તે નિષ્પક્ષ પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા હાલના મતપત્રોના આધારે મતોની ગણતરી કરવાનો આદેશ આપશે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલની કસ્ટડીમાં બેલેટ પેપરો કોર્ટની ચકાસણી માટે આવતીકાલે બપોરે 2 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવે.

ચંદીગઢ મ્યુનિસિપાલિટીના નામાંકિત સભ્ય અને ભાજપ સાથે જોડાયેલા શ્રી અનિલ મસીહને ચંદીગઢ મેયરની ચૂંટણીના પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 5 ફેબ્રુઆરીએ, કોર્ટે વીડિયો જોયા બાદ મસીહની અંગત હાજરીનો નિર્દેશ આપ્યો હતો…

ચીફ જસ્ટિસ શ્રી ડી વાય ચંદ્રચુડે, રિટર્નિંગ ઓફિસર દ્વારા જ્યારે મતગણતરી પ્રક્રિયા ચાલુ હતી ત્યારે મસીહે સ્વીકાર્યું કે તેમણે 8 બેલેટ પેપર પર માર્કિંગ મૂક્યા હતા.

ચીફ જસ્ટિસે પૂછ્યું, અમે વિડિયો જોયો છે. તમે મતપત્રો પર માર્ક લગાવતા કેમેરા સામે શું જોઈ રહ્યા હતા? તમે શા માટે માર્ક લગાવી રહ્યા હતા? આ એક ગંભીર બાબત છે.

મસીહે જણાવ્યું કે, સાહેબ, આ કાઉન્સિલરો કેમેરા વિશે વાત કરી રહ્યા હતા તેથી જ હું જોઈ રહ્યો હતો કે તેઓ જે કૅમેરા વિશે વાત કરી રહ્યાં છે તે શું છે, તેથી જ હું કૅમેરાને જોઈ રહ્યો હતો. મતદાન બાદ મારે બેલેટ પેપર પર માર્ક મૂકવાના હતા અને જે બેલેટ પેપર બગડી ગયા હતા, હું ફક્ત એ વાત કહેતો હતો કે તે ફરીથી મિક્ષ થવા જોઈએ નહીં, કેમેરા સામે જોવાનું આ એકમાત્ર કારણ હતું.

આ વિડીયો ના અવલોકનમાં કોર્ટે નોંધ્યું હતું કે કેટલાક બેલેટ પેપર પર X માર્ક કરવામાં આવ્યા અને તે વીડિયોમાં દેખાય છે, તેના અનુસંધાનમાં ચીફ જસ્ટિસે મસિહને ભારપૂર્વક સવાલ કરતા મસિહે ૮ બેલેટ પેપર પર માર્ક કર્યાનું કબૂલ્યું.

પોતાના બચાવમાં મસીહે સમજાવ્યું હતું કે તેણે તે બેલેટ પેપર પર માત્ર નિશાનો મૂક્યા છે તે ખાતરી કરવા માટે કે તેઓ અન્ય કાગળો સાથે ભળી ન જાય. તેણે એ પણ જણાવ્યું કે જ્યારે તેણે આ નિશાનો કર્યા ત્યારે જ AAP પાર્ટીના શ્રીમાન મનોહર અને શ્રીમતી પ્રેમલતા આવ્યા અને બેલેટ પેપર છીનવીને તેનો ફાડવા લાગ્યા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ચંદીગઢ પોલીસે આ અંધાધૂંધી વચ્ચે દરમિયાનગીરી કરવી પડી અને બેલેટ પેપર સાચવવા પડ્યા.

ખંડપીઠે તેમને હજુ પણ દબાણ કર્યું હતું કે પ્રિસાઇડિંગ ઓફિસરને આવા માર્કિંગ કરવાની શું જરૂર હતી. કાયદાની કઈ જોગવાઈ હેઠળ તેઓ આવા નિશાનો કરવા માટે હકદાર છે, કારણ કે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે તેમને દરેક બેલેટ પેપર પર તેમની ફક્ત સહી કરવાની મંજૂરી હોય છે તેનાથી વિશેષ કોઈ હક્ક નથી.

અધિકારીના ઉપરોક્ત પ્રતિભાવને ધ્યાનમાં લેતા, ચીફ જસ્ટિસે રિટર્નિંગ ઓફિસર તરીકેની ફરજોના ભંગ બદલ તેમની નિરાશા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આ કૃત્ય કાર્યવાહીને પાત્ર છે. તેથી તેની સામે કાર્યવાહી થવી જોઈએ. રિટર્નિંગ ઓફિસર દ્વારા ચૂંટણીમાં દખલ કરવી એ સૌથી ગંભીર બાબત છે. આ ઉપરાંત મિસ્ટર મસીહનો દાવો હતો કે તેણે માત્ર 8 બેલેટ પેપર પર નિશાનો મૂક્યા હતા જે બગડેલા હતા. બેન્ચે એ હકીકતની નોંધ લીધી હતી કે ચૂંટણી પ્રક્રિયામાં હાલની ગેરરીતિઓને કારણે રાજકીય પક્ષો વચ્ચે હોર્સટ્રેડિંગ થઈ રહ્યું છે.

“હોર્સ ટ્રેડિંગની પ્રક્રિયા જે ચાલી રહી છે તે ગંભીર બાબત છે…”

ચીફ જસ્ટિસે નિર્દેશ આપ્યો કે P&H હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ એક ન્યાયિક અધિકારીની નિમણૂક કરે જે અવલોકન માટે કોર્ટ સમક્ષ બેલેટ પેપર રજૂ કરે.