વડાપ્રધાન નો જમ્મુ ખાતે થી ઓનલાઇન કાર્યક્રમ
આજે ૨૦ ફેબ્રુઆરી એ આઇઆઇટી ગાંધીનગર ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રત જી પધાર્યા હતા તેમની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમ્મુ ખાતેનો કાર્યક્રમ ઓનલાઇન સ્ક્રીન પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. આઇઆઇટીના સ્ટાફ તથા અન્ય લોકોએ આ કાર્યક્રમને ઓડિટોરિયમ હોલમાં મોટી સંખ્યામાં નિહાળ્યો હતો આ દિવસે શિક્ષકો અને બહારથી આવેલા વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ રાજ્યના વિકાસ માટે નવી યોજનાઓ ની જાહેરાત કરી. જમ્મુ શહેરમાં મોલાના આઝાદ સ્ટેડિયમ ખાતે ઓનલાઇન સમારોહ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજે 32 હજાર કરોડ રૂપિયા ની જંગી રકમના વિવિધ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી. જેમાં મુખ્ય ફોકસ જમ્મુ રાજ્યનો વિકાસ ગણવામાં આવે છે.
આ પ્રોજેક્ટમાં શિક્ષણ, રેલ, રોડ- રસ્તા, એવીએશન પેટ્રોલિયમ અને સિવિક સ્ટ્રક્ચર ક્ષેત્રમાં મોટી યોજનાઓ નું લોકાર્પણ જાહેર કરવામાં આવ્યું.
ઓનલાઇન લાઈવ રજૂઆતમાં તેમણે જમ્મુ સરકારના ખાતાઓમાં કામ કરનાર 1500 જેટલા નિમણૂક થયેલા કર્મચારીઓને ઓર્ડર આપ્યા.
“વિકસિત ભારત વિકસિત જમ્મુ” ના શિર્ષક અંતર્ગત સરકારના ભવ્ય કાર્યક્રમનું આ એક મહત્વનું આયોજન હતું. જમ્મુ-કાશ્મીરનાના છેવાડાના ગાઢ જંગલો માં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં સુધી પહોંચેલી સરકારી યોજનાઓ ના લાભાર્થીઓ સાથે ઓનલાઇન વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. જમ્મુ ના લોકોના વડાપ્રધાને દિલ જીતી લીધા હતા. તેમણે શિક્ષણ ક્ષેત્રે skil infrastructure ના વિકાસ માટે યોજનાઓની વાત કરી હતી. એજ્યુકેશનલ ક્ષેત્રે 3:30 લાખ કરોડ રૂપિયાની યોજનાઓની વિધિવત જાહેરાત કરવામાં આવી.
આઇઆઇટી તિરુપતિ, રોપર, અગરતલા વગેરે ક્ષેત્રોમાં આઈ આઈ એમ વિશાખાપટ્ટનમ, બોધ ગયા વગેરે જગ્યાઓના શિક્ષણ ક્ષેત્રોમા ભવ્ય પ્રોજેક્ટોની તેમણે જાહેરાત કરી હતી. ઘણા રાજ્યની ઉચ્ચ યુનિવર્સિટીઓ I.I.T વગેરે ની વિકાસ યોજનાઓ જાહેરાત કરતાં, આખા દેશભરમાંથી તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. આઇઆઈટી ગાંધીનગર ના સ્ટાફ ક્વાર્ટર્સ નું લોકાર્પણ તથા નવા બિલ્ડિંગ ના શિલોન્યાસ પણ આ વખતે જાહેર કરવામાં આવ્યો હતો.
જમ્મુ માં ₹40,000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલા ભવ્ય આધુનિક ફેસીલીટી વાળા એરપોર્ટ બનાવવામાં આવશે. જમ્મુ રાજ્યમાં રેલવે, રોડ રસ્તાના વિકાસની ભવ્ય યોજના સામેલ કરવામાં આવી હતી. નવી રેલ લાઈનો નાખવાની પણ યોજના જાહેર કરી છે દિલ્હી અમૃતસર કતરા રોડ પ્રોજેક્ટ એક્સપ્રેસ હાઈવે ને શરૂઆત વગેરે જેવી લાંબા ગાળાની યોજનાઓ ની જાહેરાત કરી હતી. આખા દેશમાં તથા વિદેશમાં ઓનલાઇન દ્વારા લાખો લોકોએ કાર્યક્રમને નિહાળ્યો હતો જમ્મુ માં રહેતા મુસ્લિમ નાગરિકો નાં ડેવલોપમેન્ટની સાક્ષી સાંભળી લોકો દંગ રહી ગયા હતા તથા તેમની યોજનાઓની સમજણ આપવામાં આવી હતી. આમ લગભગ બપોરે 1:30 વાગે આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. (સા.પ. પ્રતિનિધિ ગાંધીનગર)