મણીપુરમાં રાખ નીચે દેવતા – 1

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ગત વર્ષે મણીપુરમાં ભડકેલી હિંસા હજી સંપૂર્ણ શાંત થઈ નથી. સરકારના અવિરત પ્રયત્નો થતા જાતિવાદી તોફાની તત્વો પોતાના બદઈરાદાઓ સાધવા, મધપૂડો છંછેડવા જેવા કામો કરતા રહે છે.

તાજેતરમાં ગત અઠવાડિયામાં કેટલીક જાહેર મિલકતોને આગ ચાંપવામાં આવી, હાલમાં વિદ્યાર્થીઓ ની પરીક્ષાઓ ચાલુ છે ત્યારે એક શાળાની મિલકતને ભારે નુકસાન પહોંચ્યું છે. તેથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ ચિંતા વ્યકત કરી છે.

મણિપુરમાં આવેલા ચૂરચાંદપુર જિલ્લા માં બે-ત્રણ ગામોમાં રહેતા કેટલાક લોકોએ એકત્ર કરેલા હથિયારોનો સંગ્રહ મળી આવ્યો છે. તેને સ્થાનિક પોલીસ તથા સલામતી જવાનોએ શોધી કાઢીને કબજે લઈ લીધાં છે. ચુરચાંદપુર જિલ્લાના ગામોમાં 94% ખ્રિસ્તીધર્મી વસ્તી હોવાનું જણાયું છે.

આદિવાસી માનસિકતા ધરાવતા થોડા લોકોને દેશ બહારના સંગઠિત તત્વો એ જાણે બાનમાં લઈ ગેરમાર્ગે દોર્યા છે. મણિપુર રાજ્યની હદ નજીક નાં દેશો રાજ્યની શાંતિ ડહોળી રહ્યા હોઈ શકે છે. જાહેર હિંસા સામાન્ય રીતે દેશ બહારની સંસ્થાઓની મદદ વિના થઈ શકે નહીં, એ સુવિદીત છે. ચૂરચાંદપુર જિલ્લામાં દારૂગોળા તથા ગેરકાયદેસર શસ્ત્રો પકડાયા, તે ગંભીર બાબત દર્શાવે છે. અમુક ગામોમાં જ આવી પ્રવૃત્તિ પર શંકા જતા આ મુદ્દામાલ પકડાયો છે પણ બીજા ગામોમાં પણ સુરક્ષા વિભાગ કોમ્બિંગ કરે તો વધુ શાસ્ત્ર સામગ્રી મળી આવવાની શંકા નકારી શકાય તેમ નથી, એવું અભ્યાસી વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.