અમદાવાદ ધોળકા નેશનલ હાઈવે પર ૨૭ ફેબ્રુઆરીએ ડમ્પર ચાલકે રસ્તાની સાઈડ પર પાર્ક કર્યું હતું ત્યારે બોલેરો કાર ચાલકને વહેલી સવારે અંધારું હોવાથી ખ્યાલ ન આવતા કે ડમ્પર ઊભું છે ત્યારે અચાનક ડમ્પરની પાછળ બોલેરો કાર અથડાઈ ગઈ હતી અને બોલેરો કારના સ્ટેરીંગ સુધી આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ૫ મુસાફરોના મૃત્યુ નિપજ્યા હતાં અને અન્ય ૨ ઘાયલ થતાં તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માત ધોળકાના પુલેન સર્કલ પાસે થયો હતો. જેમાં રાણપુર જતા શ્રમજીવીઓ હોવાનો દાવો કરવામાં આવે છે. અન્ય ઘાયલ શ્રમજીવીઓને અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનામાં ધોળકા ટાઉન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.