મણીપુરમાં રાખ નીચે દેવતા – 2


ગત અઠવાડિયે બનેલા એક બનાવ ના સંદર્ભે ભારતના સૈન્યનું કેવું છે કે હાલમાં બે પક્ષો અને જૂથો વચ્ચે તણાવગ્રસ્ત સમય ચાલી રહ્યો છે. મણિપુરની રાજધાની તથા મુખ્ય શહેર ઈમ્ફાલ ના પૂર્વ ભાગમાં છમકલાં થયા કરે છે. આસામ રાયફલ્સ ની સલામતીમાં આ વિસ્તાર સોપાયેલો છે. મૈતેઈ જાતિના સંગઠનો એ એક પોલીસ ઓફિસરનું અપહરણ કર્યાનું જાણવા મળે છે. જોકે આર્મી એ તાત્કાલિક પગલાં લઈ તેને બચાવી લીધા છે અને તેમને થયેલી ઇજા માટે તેમને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સ્થિતિ સ્ટેબલ હોવાનો પણ સૂત્રોએ જણાવ્યું છે.

ગયા મંગળવારે રાત્રે સાત વાગ્યે આ ઘટના ઘટી સરકારના સલામતી સૂત્રોએ જણાવ્યું છે કે ટેંગોલ નામના જૂથના માણસોએ તેમના ઘર પર હુમલો કર્યો હતો જોકે કારણની તપાસ કરતા માલુમ પડ્યું કે ત્રાસવાદી જૂથના છ કાર્યકરોએ વાહન ચોરવા માટેનું ષડયંત્ર રચેલો તેમાં તેઓ પકડાયા હોવાથી તેમણે વળતો પ્રહાર કર્યો હતો. પાછળથી તેમની ધરપકડ કરાઈ હતી આના પરિણામમાં માહિતી મહિલા ગ્રુપની બહેનોએ રોડ રસ્તા પર આવી જઈને જાહેર દેખાવો યોજ્યા હતા. આ વિસ્તારમાં ગનફાયર થવાનું હવે સામાન્ય થઈ ગયું છે એવું સામાન્ય નાગરિકોનું કહેવું છે. ઘાયલ પોલીસ અધિકારીના એક પિતા એમ. કુલ્લા એ વિગતો આપતા જણાવ્યું કે અમે સશસ્ત્ર માણસોની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ જવાબની આશા સામે તેમણે વાહનો અને મિલકતો પર અંધાધુંધ ગોળીબારો કર્યા હતા. મૈતેઇ જાતિના મૂળ સ્થાનિક લોકો, મણીપુરની કુલ વસ્તીના 53% છે અને તેઓ ઈમ્ફાલ ખીણની કહેવાતી વિકસિત જગામાં વસે છે તેઓ નાગા જાતિ તથા કુકી જાતિના 40% તેટલા આદિવાસીઓથી જુદી માનસિકતા તથા માન્યતાઓ ધરાવે છે હવે આ બંને પક્ષો વચ્ચે વંશીય સંઘર્ષ લાંબા સમયથી ચાલી રહ્યો છે. જેમ અગાઉ પણ માધ્યમો દ્વારા જણાવવામાં આવ્યું છે, પોલીસનું કહેવું છે કે આવા કૃત્યોમાં બહારના અરાજકતાવાદી તત્વોનું જોડાણ નકારી શકાય એમ નથી.

આ પ્રકારની માહિતી અને સમાચાર જાણવા માટે અમારી ચેનલ samajikpath.com થી જોડાયેલા રહો.