ગુજરાતમાં દારૂબંધી નો કાયદો કડક અમલમાં છે એમ છતાં બુટલેગરો એમનો ધંધો કરવા સસ્તા, નુકસાનકારક રસાયણો પીવડાવીને નશેડીઓને નશામાં રાખતા આવ્યા છે.
આવા સમયમાં સુરતમાં આવેલ ઈચ્છાપોર વિસ્તારથી કાગળ, પ્લાસ્ટિકના ભંગારના ઢગલાની અંદર છૂપાવીને દારૂના મોટા સ્ટોકની હેરાફેરી થઈ રહી છે એવી બાતમી મળતા પોલીસ ખાતું સક્રિય બન્યું હતું. પોલીસે રેડ પાડી લગભગ 12000 દેશી બનાવટની વિદેશી દારૂની બાટલીઓ પકડી પાડવામાં આવી હતી. જેનો કુલ હિસાબ કરીયે તો 12 લાખ રૂપિયા નો દારૂ અને એની સાથે 27 લાખ રૂપિયાનો વાહન સાથેનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ ઉપરાંત ભારતમાં બનેલા વિદેશી દારૂ સાથે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતાં, તેમની સાથેના ભાગી છુટેલા બીજા ત્રણ આરોપીઓની શોધ ચાલુ છે.
પોલીસે સક્રિય બની આરોપીઓની લીંક પકડવા સઘન કાર્યવાહી હાથ ધરી દોડધામ શરૂ કરી દીધી છે. પ્રાપ્ત માહિતી સૂત્રો દ્વારા જાણવા મળે છે.