ફરીવાર વિશ્વ લેવલે મંદીએ દેખા દીધી છે. જે આવતા દિવસોમાં અન્ય દેશોમાં પણ ફેલાવાની શક્યતાઓ છે. બ્રિટન થી જાપાન સુધીના બધા દેશો આર્થિક સંકળામણનો ભારે સામનો કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં બેરોજગારી હદ વટાઈ રહી છે. ભારતમાં પણ તેની અસર જોવા મળે છે ખરી.
કોરોનાના ત્રણ ચાર માસમાં દુનિયાની અર્થવ્યવસ્થા પર માઠી અસર થઈ છે, એમાંથી પૂરા બહાર નીકળ્યા નથી ત્યાં તો યુક્રેન રસિયા યુદ્ધ થી વિશ્વમાં તેલ સંકટ ઉભું થયું અને મોંઘવારી વધી. ત્યાર પછી જોત જોતામાં હમાસનો ઇઝરાયેલ પણ હુમલો થયો. પેલેસ્ટાઇન સાથે યુદ્ધ હજી પણ ચાલુ રહ્યું છે અને વળતા જવાબમાં ઇઝરાયેલે યુદ્ધ કરીને પરિસ્થિતિ વણસી ગઈ છે. એમાં ઈરાન દેશ દ્વારા બળતામાં પેટ્રોલ છાંટવાનું કામ કર્યું હતું. ભારતની આસપાસ નાના દેશોની હાલત ઘણી કફોડી થયેલી જોવા મળે છે. તેના કારણે ભારત પર દબાણ વધી રહ્યું છે. ભારત આસપાસ ના દેશોના ઘુસણખોરોથી બચવા કરોડો રૂપિયાનું સિક્યુરિટી આંધણ કરી રહ્યું છે છતાં સમસ્યા ઓછી થતી નથી. એવું સ્પષ્ટ દેખાય છે. બ્રિટન અને જાપાન અર્થવ્યવસ્થામાં ત્રીજા અને પાંચમા નંબરનો દાવો કરે છે પણ 2023 સુધીમાં આર્થિક હાલત બંને દેશોની ઘણી ખરાબ થઈ ગઈ છે. 2024 થી આર્થિક દર સુધારવાની બદલે આંક નીચો ને નીચો જઈ રહ્યો છે.
આ દેશોની સરખામણીમાં ઓસ્ટ્રેલિયાનો વિકાસ દર ઘણો નીચે પહોંચી ગયો છે. અમેરિકાની સ્થિતિ પણ સુધારી શકાય એવી નથી, શરૂઆતમાં કન્ઝ્યુમર પ્રાઈઝ ઇન્ડેક્ષ પર નજર કરતા મોંઘવારીએ જાણે ઊંચી છલાંગ લગાવી છે. સરવાળે આખા વિશ્વમાં બધા દેશો રડારોડ કરી રહ્યા છે, એવું જાણકારોનું કહેવું છે. આપણી વ્યવસ્થા હજી સ્ટેબલ છે પણ આરબીઆઈની મુદ્રા નીતિ પર નિષ્ણાતો ની નજર છે ભારતીય રિઝર્વ બેન્કની ગણતરી ના પ્રયાસો પર આપણી મોંઘવારી માં કોઈ ઝાઝો ફેર પડ્યો નથી. એમ છતાં વિશ્વકક્ષાએ ભારતનું પરિણામ સારું છે. 2024 – 2025 નો જીડીપી ગ્રોથ 7% રહેવાની સંભાવના નિષ્ણાતો કરી રહ્યા છે.
Photo credit; freepik