દક્ષિણ ગુજરાતમાં બે ધર્મો વચ્ચે વિવાદિત જગ્યા માટે સંઘર્ષ

દક્ષિણ ગુજરાતમાં સોનગઢ ખાતે આવેલ વિવાદિત જગ્યા “ગીધમાળી આયા ડુંગર” “કણી કંસરી માતા”ને સ્થાને તારીખ 4 ફેબ્રુઆરી 24 ના રોજ રાખવામાં આવેલ કેથલિક ખ્રિસ્તી ધર્મમેળો રદ કરવા માટે સ્થાનિક આદિવાસી હિન્દુ સમાજમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે.

તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવા જતા આદિવાસી આગેવાનો

અગાઉ પણ આવા કાર્યક્રમોને મુદ્દે આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે તે પ્રમાણે આ વિવાદિત જમીનનો કેસ ચાલી રહ્યો છે. તો કેટલાકનું કહેવું એમ છે કે જ્યાં સુધી તેનો નિકાલ ન આવે ત્યાં સુધી આ જગ્યા ની માલિકી વિશે કોઈપણ પક્ષે આ જગ્યાનો ઉપયોગ કરવો નહી. એવા સમયે કેથોલિક ચર્ચ દ્વારા આ વિવાદિત જગ્યા પર જાહેર મેળો રાખવામાં આવ્યો છે.‌ તે નિર્ણય આવકાર્ય નથી. આદિવાસી આગેવાનોએ ઉગ્ર આંદોલન ની ચીમકી આપી હતી અને આવેદનપત્ર માં જણાવવામાં આવ્યું છે કે આ મેળો જો બંધ રાખવામાં નહીં આવે તો તેના દ્વારા ઉભી થનાર પરિસ્થિતિની જવાબદારી સરકારશ્રીની રહેશે.

શું છે ગિધમાળી ડુંગર પાછળનો વિવાદ? જાણો સંપૂર્ણ માહિતી અમારા આવતા એકસ્ક્લુસિવ અહેવાલમાં, જોતા રહો સામાજિક પથ.